GCAS (Gujarat Common Admission Service): વિદ્યાર્થીઓ માટે એડમિશનની સંપૂર્ણ માર્ગદર્શિકા :-

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે હવે એડમિશન પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બની ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ GCAS (Gujarat Common Admission Service) પોર્ટલ એ એક એવી સુવિધા છે જ્યાં વિદ્યાર્થીઓ માત્ર એક જ ફોર્મ ભરીને રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકે છે. આ એક ખૂબ સારી સુવિધા સરકાર દ્વારા વિધાર્થીઓ માટે ચાલુ કરવામાં આવી છે. 

આ બ્લોગમાં આપણે GCAS વિશેની તમામ મહત્વની માહિતી મેળવીશું. વધુ માહિતી નીચે આપેલ છે.

1. GCAS શું છે?

GCAS એ એક કેન્દ્રિય પોર્ટલ (Centralized Portal) છે. અગાઉ વિદ્યાર્થીઓએ દરેક કોલેજ કે યુનિવર્સિટી માટે અલગ-અલગ ફોર્મ ભરવા પડતા હતા, પરંતુ હવે “One Student, One Portal” ના અભિગમ સાથે તમે એક જ જગ્યાએથી ઘણી બધી ગ્રેજ્યુએશન (UG), પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) અને Ph.D. કોર્સ માટે અરજી કરી શકો છો. હવે તમારે અલગ અલગ કોલેજ માટે અલગ અલગ ફોર્મ ભરવા પડસે નહીં. 

2. એડમિશન લેવા માટેના મુખ્ય સ્ટેપ્સ જાણો છો ?

GCAS દ્વારા એડમિશન લેવાની પ્રક્રિયા મુખ્યત્વે નીચે મુજબના તબક્કાઓમાં વહેંચાયેલી છે:

  1. ઓનલાઈન રજીસ્ટ્રેશન: સૌથી પહેલા GCAS ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનું એકાઉન્ટ બનાવવું.

  2. લોગિન અને પ્રોફાઇલ બિલ્ડિંગ: નામ, સરનામું, અને પર્સનલ વિગતો ભરવી.

  3. શૈક્ષણિક વિગતો: ધોરણ 10, 12 અથવા ગ્રેજ્યુએશનના માર્કસ અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા.

  4. કોલેજ અને કોર્સની પસંદગી: તમે જે યુનિવર્સિટી અને કોર્સમાં એડમિશન લેવા માંગો છો તે પસંદ કરવું.

  5. ફી ચુકવણી: રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવી.

  6. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: પસંદ કરેલી કોલેજ દ્વારા તમારા ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવશે.

3. જરૂરી ડોક્યુમેન્ટ્સ (Checklist) ?

ફોર્મ ભરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર રાખવા:

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહી (Signature)

  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)

  • જાતિનો દાખલો (જો લાગુ પડતું હોય તો – SC/ST/OBC/EWS)

  • Non-Creamy Layer સર્ટિફિકેટ (OBC કેટેગરી માટે)

  • આધાર કાર્ડ 

જો તમે જાતે તમારા મોબાઇલ માથી કે પછી કોઈ CSC સેંટર હોય ત્યાં જઈને જો ફોર્મ ભરાવતા હોવ તો તમારે ઉપર દર્શાવ્યા મુજબ ના જરૂરી ડોક્યુમેંટ્સ સાથે રાખવા. 

4. GCAS સાથે જોડાયેલી મુખ્ય યુનિવર્સિટીઓ કઈ કઈ છે ?

ગુજરાતની લગભગ તમામ સરકારી યુનિવર્સિટીઓ આ પોર્ટલ હેઠળ આવે છે, જેમ કે:

  • ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

  • મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરા

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત

  • સરદાર પટેલ યુનિવર્સિટી (SPU), વલ્લભ વિદ્યાનગર

  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ

આ શિવાય મોટાભાગની યુનિવર્સિટિઓ આ પ્રોગ્રામમાં જોડાયેલી જ છે તો પણ તમારે એક વાર ચેક કરી લેવું કે તમારે જે કોલેજ કે યુનિવર્સિટિ માં admission લેવું છે એ આ list માં છે કે નહીં.  

5. ધ્યાન રાખવા જેવી મહત્વની બાબતો કઈ કઈ ?

નોંધ: વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે પોતાની ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સાચો આપવો, કારણ કે તમામ અપડેટ્સ OTP અને મેસેજ દ્વારા જ આવશે.

  • ફી: સામાન્ય રીતે રજીસ્ટ્રેશન ફી રૂ. 300 (અથવા સરકારના લેટેસ્ટ નિયમ મુજબ) હોય છે.

  • ચોઈસ ફિલિંગ: તમે એક કરતા વધારે કોલેજો પસંદ કરી શકો છો, તેથી તમારી પસંદગીના ક્રમ મુજબ જ કોલેજ પસંદ કરવી.

  • ભૂલ સુધારો: ફોર્મ ફાઈનલ સબમિટ કર્યા પછી ફેરફાર કરવો મુશ્કેલ હોય છે, તેથી ‘Preview’ બટન દબાવીને બધી વિગતો ચકાસી લેવી.

6. મહત્વની લિંક્સ (Important Links) ?

વિદ્યાર્થીઓની સુવિધા માટે નીચે મહત્વની લિંક્સ આપેલી છે :

વિગત લિંક્સ
સત્તાવાર વેબસાઈટ
નવું રજીસ્ટ્રેશન
યુનિવર્સિટી લિસ્ટ

નિષ્કર્ષ :

GCAS પોર્ટલ એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે. આનાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. જો તમે પણ આ વર્ષે કોલેજમાં પ્રવેશ લેવા માંગતા હોવ, તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું અને છેલ્લી તારીખની રાહ જોવી નહીં. 

  • નોધ : વધુ માહિતી અને સચોટ માહિતી માટે official Website ની મુલાકાત લો. 

ખૂબ ખૂબ આભાર !!

જો તમે સરકારી નોકરી ની તૈયારી કરતાં હોવ તો આ વેબસાઇટ તમને મદદ રૂપ થસે :