HNGU B.Com Result 2026: તમારું રિઝલ્ટ ઓનલાઇન કઈ રીતે જોવું? (સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ) :-

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા લેવામાં આવેલી B.Com ની પરીક્ષાઓનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જો તમે પણ HNGU માં B.Com (Bachelor of Commerce) ના વિદ્યાર્થી છો અને તમારું પરિણામ જોવા માંગો છો, તો આ પોસ્ટ તમને ખૂબ જ ઉપયોગી થશે. ઘણીવાર વિદ્યાર્થીઓને સાચી લિંક કે સાચી પદ્ધતિ ન મળવાને કારણે મુશ્કેલી પડતી હોય છે. આજે આપણે આ આર્ટિકલમાં રિઝલ્ટ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજીશું. રિઝલ્ટ ચેક કરવા માટે નીચે મુજબ ના step ને Follow કરો. જેથી જલ્દી થી રિજલ્ટ તમને મળી જાય. 

HNGU રિઝલ્ટ ચેક કરવા માટેની જરૂરી વિગતો : -

રિઝલ્ટ જોતા પહેલા તમારી પાસે નીચેની વિગતો તૈયાર હોવી જોઈએ:

  • તમારો Seat Number (બેઠક ક્રમાંક)

  • તમારા કોર્સનું નામ (દા.ત. B.Com Sem 1, 3, 5 અથવા 6)

ઓનલાઇન રિઝલ્ટ જોવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા :-

નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે ખૂબ જ સરળતાથી તમારું પરિણામ જોઈ શકશો નીચે ના સ્ટેપ શાંતિથી વાંચો અને એ મુજબ આગળ વધો :

સ્ટેપ 1: યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલો અને HNGU ની ઓફિશિયલ વેબસાઇટ www.ngu.ac.in પર જાઓ.

સ્ટેપ 2: ‘Examination’ સેક્શનમાં જાઓ વેબસાઇટના હોમ પેજ પર તમને ઉપરના મેનૂમાં ‘Examination’ અથવા ‘Result’ નો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો.

સ્ટેપ 3: રિઝલ્ટ લિંક પસંદ કરો હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં ‘Online Result’ અથવા ‘Result Search’ લખેલું હશે. તેના પર ક્લિક કરતા તમને વર્ષ અને મહિના મુજબના લિસ્ટ જોવા મળશે.

સ્ટેપ 4: પરીક્ષાનું નામ અને વર્ષ પસંદ કરો તમારે જે સેમેસ્ટરનું રિઝલ્ટ જોવું હોય (દા.ત. B.Com OCT-DEC 2025 અથવા MAR-JUN 2026) તે લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 5: સીટ નંબર દાખલ કરો હવે એક બોક્સ ખુલશે જેમાં તમારે તમારો Seat Number ટાઈપ કરવાનો રહેશે. નંબર નાખ્યા પછી ‘Submit’ અથવા ‘Search’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 6: રિઝલ્ટ ડાઉનલોડ કરો તમારું માર્કશીટ સ્ક્રીન પર દેખાશે. તેમાં તમારા વિષયવાર ગુણ, ટોટલ અને ગ્રેડ ચેક કરી લો. ભવિષ્યના ઉપયોગ માટે તેની PDF સેવ કરી લો અથવા પ્રિન્ટ આઉટ કઢાવી લો.

નોધ : તમે HNUG ની website માં registration કરી ને પણ તમારું રિજલ્ટ જોઈ સકો છો. અને હવે HNGU ની application પરથી પણ જોઈ સકો છો.  

રિઝલ્ટમાં ભૂલ હોય તો શું કરવું? :

જો તમારા રિઝલ્ટમાં કોઈ વિષયમાં ગેરહાજર (Absent) બતાવે અથવા તમને લાગે કે તમારા ગુણ અપેક્ષા કરતા ઓછા છે, તો તમે યુનિવર્સિટીના નિયમ મુજબ Re-assessment (પુનઃમૂલ્યાંકન) અથવા Re-checking માટે ફોર્મ ભરી શકો છો. આ માટે યુનિવર્સિટી રિઝલ્ટ જાહેર થયાના 7 થી 15 દિવસમાં નોટિફિકેશન બહાર પાડે છે. તમે ફરી ચેકિંગ માટે મૂકી સકો છો. 

મહત્વની લિંક્સ:

વિગત લિંક્સ
HNGU સત્તાવાર વેબસાઇટ
ડાયરેક્ટ રિઝલ્ટ લિંક
વેબસાઇટમાં registration ની લિંક
Application Link

નોંધ: ઇન્ટરનેટ પર જાહેર થયેલું પરિણામ માત્ર વિદ્યાર્થીઓની જાણકારી માટે છે. ઓરિજિનલ માર્કશીટ તમારે તમારી કોલેજ પરથી જ મેળવવાની રહેશે.

અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને મદદરૂપ થઈ હશે. જો તમને રિઝલ્ટ જોવામાં કોઈ પણ મુશ્કેલી આવતી હોય, તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો. તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેઓ પણ પોતાનું રિઝલ્ટ સરળતાથી જોઈ શકે.

ખૂબ ખૂબ આભાર !!

જો તમે સરકારી નોકરી ની તૈયારી કરતાં હોવ તો આ વેબસાઇટ તમને મદદ રૂપ થસે :